Menu

ગીતશાસ્ત્ર 54

IRV

1 હે ઈશ્વર, તમારા નામે મને બચાવો અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો. 2 હે ઈશ્વર, મારી પ્રાર્થના સાંભળો; મારા મુખની વાતો પર કાન ધરો. 3 કેમ કે વિદેશીઓ મારી વિરુદ્ધ થયા છે અને જુલમગારો મારો જીવ લેવા મથે છે; તેઓએ ઈશ્વરને પોતાની આગળ રાખ્યા નથી. 4 જુઓ, ઈશ્વર મારા મદદગાર છે; પ્રભુ જ મારા આત્માનાં આધાર છે . 5 તે મારા શત્રુઓને દુષ્ટતાનો બદલો આપશે; તમારાં સત્ય વચનો પ્રમાણે દુષ્ટોનો નાશ કરો. 6 હું રાજીખુશીથી મારાં અર્પણો ચઢાવીશ; હે યહોવાહ, હું તમારા નામની સ્તુતિ કરીશ, કેમ કે તે ઉત્તમ છે. 7 કેમ કે તેમણે મને સર્વ સંકટમાંથી છોડાવ્યો છે; મારી ઇચ્છા પ્રમાણે મારા શત્રુઓને થયું, તે મેં નજરે જોયું છે.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate